નક્કી નથી !

ક્યાં,કોણ,કોને છેતરે નક્કી નથી
કેવા પ્રકારે વેતરે,નક્કી નથી !

જો જો,કદી ધુત્કારશો નહીં કોઇને
કોનો સમય,ક્યારે ફરે નક્કી નથી !

છે ક્યાંક ઊંડે ભય હજુ,ઈશ્વરતણો
નહીંતર મનુષ્યો શું કરે,નક્કી નથી !

દરિયો જ કાયમ ઘૂઘવે,એવું નથી
કઈ બુંદ,ક્યારે વિસ્તરે નક્કી નથી !

અણસાર છે,બદલી રહી છે જિંદગી
સર્જન-વિસર્જન શું કરે,નક્કી નથી !

શંકાવગર કંઈ જ્ઞાન વિસ્તરતું નથી
કઈ માન્યતા ખોટી ઠરે,નક્કી નથી !

લડવું પડે છે જીવવા,છેલ્લે સુધી
બસ,કોણ જીવે કે મરે નક્કી નથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૮

7 Responses to “નક્કી નથી !”

 1. દરિયો જ કાયમ ઘૂઘવે,એવું નથી
  કઈ બુંદ,ક્યારે વિસ્તરે નક્કી નથી !

  અણસાર છે,બદલી રહી છે જિંદગી
  સર્જન-વિસર્જન શું કરે,નક્કી નથી !

  ખુબ સુંદર..મહેશભાઈ.

 2. એકે એક શેર અફલાતુન છે.
  જો જો,કદી ધુત્કારશો નહીં કોઇને
  કોનો સમય,ક્યારે ફરે નક્કી નથી !

  અને
  શંકાવગર કંઈ જ્ઞાન વિસ્તરતું નથી
  કઈ માન્યતા ખોટી ઠરે,નક્કી નથી !

  લડવું પડે છે જીવવા,છેલ્લે સુધી
  બસ,કોણ જીવે કે મરે નક્કી નથી !

  આ તો બહુ જ ગમ્યા.
  કોણ જીવી ગયું અને કોણ મરતાં મરતાં જીવ્યું ….

  વાહ ! ખુદ્દારી અને મર્દાનગીથી ભરપુર વાત. પોચટ લાગણીઓમાં રમમાણ જીવનને ઉજાગર કરી દે ; તેવી તાકાત છે – આ શબ્દોમાં.

 3. જો જો,કદી ધુત્કારશો નહીં કોઇને
  કોનો સમય,ક્યારે ફરે નક્કી નથી !

  છે ક્યાંક ઊંડે ભય હજુ,ઈશ્વરતણો
  નહીંતર મનુષ્યો શું કરે,નક્કી નથી !

  દરિયો જ કાયમ ઘૂઘવે,એવું નથી
  કઈ બુંદ,ક્યારે વિસ્તરે નક્કી નથી !

  -મદમસ્ત ખુમારીસભર ગઝલ…

 4. શંકાવગર કંઈ જ્ઞાન વિસ્તરતું નથી
  કઈ માન્યતા ખોટી ઠરે,નક્કી નથી !

  સરસ ગઝલનો આ મને ગમ્યો એ શેર

 5. very Nice uncle… really enjoyed.. again a fntstc gazal… vry vry gud..

 6. ગઝલના નાનકડા શે’રમાં પણ જીવનનું કઠોર સત્ય કેવી મૃદુતાથી પ્રગટ થાય છે. મહેશભાઈ! આપની ગઝલ જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શે છે. વાચકના દિલને સ્પર્શે છે.

  અભિનંદન અને શુભેચ્છાઓ! …. હરીશ દવે અમદાવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: