પાણી પાણી થઈગઈ !


ધીમે-ધીમે રાત આખી,પાણી પાણી થઈગઈ
સાજનઘેલી જાત આખી,પાણી પાણી થઈગઈ !

ઊંડે-ઊંડે ઉતરતી ગઈ,ભીના ભીના પગલે
ધગધગતી ઓકાત આખી,પાણી પાણી થઈગઈ !

વરસોનાં તરસ્યા જોબન પર વરસ્યો મૂશળધારે
પલળી તો મિરાત આખી,પાણી પાણી થઈગઈ !

ગાલે લાલી,આંખે લાલી,અંગેઅંગ બસ લાલી
હૈયે પડતી ભાત આખી,પાણી પાણી થઈગઈ !

સગપણના સરવાળે સહિયર! હું જાણે ઉભરાણી
ઉભરાવચ્ચે વાત આખી,પાણી પાણી થઈગઈ!

ડો.મહેશ રાવલ

નવેસર/૬૦

6 Responses to “પાણી પાણી થઈગઈ !”

 1. સગપણના સરવાળે સહિયર! હું જાણે ઉભરાણી
  ઉભરાવચ્ચે વાત આખી,પાણી પાણી થઈગઈ!

  very nice…congrats…

 2. વરસોનાં તરસ્યા જોબન પર વરસ્યો મૂશળધારે
  પલળી તો મિરાત આખી,પાણી પાણી થઈગઈ !

  sahuni lagnio pani pani thai jay evi gazal !!

 3. saachche j .. hu pan paani paani thai gayo aakhu vaachta !!

 4. sunder gazal.. makta no sher khub j gamyo..

 5. ફરી એકવાર સુંદર રચના…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: