ચર્ચા ન કર

 
વીતી ગયેલી પળ વિષે,ચર્ચા ન કર
સપના વિષે,અટકળ વિષે,ચર્ચા ન કર!

લોકો ખુલાસા માગશે સંબંધના
તેં આચરેલા છળ વિષે,ચર્ચા ન કર !

ચર્ચાય તો,ચર્ચાય છે સઘળું પછી
તું આંસુ કે અંજળ વિષે,ચર્ચા ન કર!

એકાદ હરણું હોય છે સહુમાં અહીં
તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!

જે સત્ય છે તે સત્ય છે,બે-મત નથી
અમથી,અસતના બળ વિષે ચર્ચા ન કર!

ડો,મહેશ રાવલ

નવેસર/૬૧

Advertisements

4 Responses to “ચર્ચા ન કર”

  1. સુરેશ જાની Says:

    એકાદ હરણું હોય છે સહુમાં અહીં
    તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!

    જે સત્ય છે તે સત્ય છે,બે-મત નથી
    અમથી,અસતના બળ વિષે ચર્ચા ન કર!

    ————
    બહુ જ સરસ. મારા જેવા ચર્ચાના ચાહકે આ વાતની ગાંઠ બાંધી લેવી પડશે! મૃગજળની વાત બહુ જ ગમી.

  2. સપનાં, અટકળ, સત્ય, અસત્યને સાકળી જીવનના સત્યને ઉજાગર કરતી સરસ ગઝલ.

  3. એકાદ હરણું હોય છે સહુમાં અહીં
    તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!

    sundar vaat !!

  4. એકાદ હરણું હોય છે સહુમાં અહીં
    તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!

    દરેકની અન્દર એક હરણુ મોજુદ હોય છે. જે હમેશા માનવીને દોડતો રાખે છે.
    ખૂબ સુન્દર.

    અભિનનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: