થયાં છે !


કેટલાક એવા ય સરવાળા થયાં છે
ફૂલ ઓથે શૂળ રૂપાળા થયાં  છે !

એ અલગ છે કે નથી કંઈ યાદ રાખ્યું
તોય ઝખ્મો હર પળે આળા થયાં છે !

ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !

જે હતી,છે એ જ આખી વાત કેવળ
પાત્રવરણીમાં જ ગોટાળા થયાં છે !

કંઈક છે,જે આપે છે હૂંફ નિરંતર
એટલે આ શ્વાસ હૂફાળા થયાં છે !

કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

ડો.મહેશ રાવલ

નવેસર/૬૫

6 Responses to “થયાં છે !”

 1. કેટલા દીવા મથીને ઓલવાયા
  તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

  રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
  આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

  સુંદર…મહેશભાઈ.

 2. કેટલા દીવા મથીને ઓલવાયા
  તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?

  રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
  આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

  – આ બે શેર મનભરીને પીવા જેવા થયા છે, મહેશભાઈ…

 3. સુરેશ જાની Says:

  ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
  ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !

  સંવેદનશીલતાની બહુ જ સરસ અભીવ્યક્તી. સંવેદનશીલતા વીશે મારું અવલોકન ગમશે –
  http://gadyasoor.wordpress.com/2008/05/28/surface_sw_pool/

 4. રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
  આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !

  મને તો આખી ગઝલ ગમી પણ આ બે પંક્તીઓ તો ખાસમ્ ખાસ !
  કુશળ હશો.

 5. યાદ આવે છે આ પંક્તીઓ ? –

  અનુભવના ઉઝરડા છે લલાટે,
  જગત સમજે છે રેખાઓ વદનની
  –અનિલ.

 6. વાહ ભઇ વાહ્મ વાત તો ખરી જ છે લોહીઉકાળા લાગણીશીલ થવાના જ છે….

  ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
  ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !

  લી.પ્રફુલ ઠાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: