આધાર રાખી જોઇએ !

હસ્તરેખા પર જરા આધાર રાખી જોઇએ
સાવ નક્કર ભીંત વચ્ચે, દ્વાર રાખી જોઇએ !

ઘરત્યજી નીકળે નદી, બસ એમ સપનાં નીકળે
એક દરિયો પાપણે તૈયાર રાખી જોઇએ !

વ્યાજબી કારણવગર ઈતિહાસ ક્યાં બદલાય છે ?
આપણો કિસ્સો ખુલાસાવાર રાખી જોઇએ !

આ સ્થળે સંદિગ્ધતાથી શું વધારે પ્રાપ્ય છે ?
શૂન્ય સામે શેષનો વ્યવહાર રાખી જોઇએ !

જાગતી આંખો ઉપર છંટાય છે દ્રષ્યો સતત
બંધ આંખે, કૈંક અપરંપાર રાખી જોઇએ  !

પર્વનાં પર્યાય નક્કી કોણ કરશે આખરે !
એ અનુત્તર પ્રશ્ન, ચર્ચા બ્હાર રાખી જોઇએ

ઓગળે, તો છુંદણાનેં ફૂટશે વાચા હવે
ટેરવાનો તાપ ઠંડોગાર રાખી જોઇએ !

ડો.મહેશ રાવલ

નવેસર/૬૬

6 Responses to “આધાર રાખી જોઇએ !”

 1. જાગતી આંખો ઉપર છંટાય છે દ્રષ્યો સતત
  બંધ આંખે, કૈંક અપરંપાર રાખી જોઇએ !

  sundar gazal.

 2. આ સ્થળે સંદિગ્ધતાથી શું વધારે પ્રાપ્ય છે ?
  શૂન્ય સામે શેષનો વ્યવહાર રાખી જોઇએ !

  જાગતી આંખો ઉપર છંટાય છે દ્રષ્યો સતત
  બંધ આંખે, કૈંક અપરંપાર રાખી જોઇએ

  સુંદર..!

 3. Kya baat Maheshbhai…..bahut achhe….lage raho
  God bless you…

 4. ખૂબ સરસ ગઝલ. અભિનંદન.

 5. જાગતી આંખો ઉપર છંટાય છે દ્રષ્યો સતત
  બંધ આંખે, કૈંક અપરંપાર રાખી જોઇએ !
  -સુંદર ગઝલ…

 6. I don’t know too much about poetry but I like this. I enjoyed the words and feelings.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: