નીકળું પણ ખરો !

આ બધાને ત્યજી,નીકળું પણ ખરો
હું અજાણ્યા વળાંકે,વળું પણ ખરો !

થઈજતી હોય જ્યાં કલ્પના પણ સિમીત
ત્યાં,હકીકત સ્વરૂપે મળું પણ ખરો !

આ મુખોટા મઢેલી વસાહત મહીં
મૂળ ચહેરો બની,સળવળું પણ ખરો!

કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
હું સમંદર સમું ખળભળું પણ ખરો !

સ્હેજ વિસ્તાર તારી નજરનું ફલક
ઓળખીતાપણું સાંકળું પણ ખરો !

શક્ય છે કાલ બદલાય મારૂં વલણ
સાવ નહીં તો જરા,પીગળું પણ ખરો !

હું ય જાણી ગયો છું કસબ જીતનાં
જેમ વાળો મને,હું વળું પણ ખરો !

વિશ્વ,બે સૂર્યનો તાપ ક્યાંથી ખમે!
ક્યાંક દીવો બની ઝળહળું પણ ખરો !

ડો.મહેશ રાવલ

નવેસર/૬૭

9 Responses to “નીકળું પણ ખરો !”

 1. સુંદર ગઝલ.

  શક્ય છે કાલ બદલાય મારૂં વલણ
  સાવ નહીં તો જરા,પીગળું પણ ખરો !

 2. વિશ્વ,બે સૂર્યનો તાપ ક્યાંથી ખમે!
  ક્યાંક દીવો બની ઝળહળું પણ ખરો !

  ટાગોરનું કોટીયું યાદ આવી જાય તે છતાંય તમારી આ કોટીયાવાળી વાત ‘જરા હટકે’ છે !!
  નદી–સમંદરવાળી વાત પણ બહુ ગમી.

 3. આ મુખોટા મઢેલી વસાહત મહીં
  મૂળ ચહેરો બની,સળવળું પણ ખરો!

  કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
  હું સમંદર સમું ખળભળું પણ ખરો !

  બહુ સરસ મહેશભાઈ.

 4. Khub sundar gazal, ek ek sher chadiyata, last I liked the Best.

 5. થઈજતી હોય જ્યાં કલ્પના પણ સિમીત
  ત્યાં,હકીકત સ્વરૂપે મળું પણ ખરો !

  bahuj saras

 6. કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
  હું સમંદર સમું ખળભળું પણ ખરો !

  this one and last one..really superb.

  congrats maheshbhai….

 7. માનવીના અકળ મનનો તાગ કોઈ પામી શકતું નથી. બીજાં માની લે છે કે અમુક સંજોગોમાં નકારાત્મક રીતે વ્યકિત વર્તશે પણ એવું ન પણ બને. મારાં આ અવલોકનને તમે ગઝલમાં ખુબ સરસ રીતે વ્યકત કર્યું છે. અભિનંદન!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: