રાખે છે !

હવે ક્યાં કોઇ કિસ્સો લાગણીનોં યાદ રાખે છે
હ્રદય જેવા હ્રદયમાં,કેટલો વિખવાદ રાખે છે !

અધિક્તર થાય છે સામેલ ખુલ્લેઆમ,અડધેથી
સિફતપૂર્વક પછી,કેવાં સ્વયંને બાદ રાખે છે !

સતત ખરડાય છે રસ્તા,ઉપરછલ્લી ચરણરજથી
બધાને ક્યાં વળાંકો દરઅસલ,આબાદ રાખે છે ?

સુખદ અંજામથી વંચિત રહે છે વારતા છેલ્લે
પછી હર પાત્ર,પોતાનાં અલગ સંવાદ રાખે છે !

બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે  છે !

તમે માણસતરીકે ઓળખો છો આ વકલનેં,પણ
લપસણી જાત,કેવળ સ્વાર્થ ઝીંદાબાદ રાખે છે !!!

ડો.મહેશ રાવલ

નવેસર/૬૯

8 Responses to “રાખે છે !”

 1. બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
  બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે છે !

  અત્યારની વાસ્તવીકતા….!!!!!!!!!!!1

 2. એકેએક શેર જીંદગીની કડવી–વરવી વાસ્તવીકતાનું પ્રતીબીંબ રજુ કરે છે. સમાજ પાસેથી જે અનુભવ્યું હશે તેનું શબ્દદેહે સરસ નીરુપણ.

 3. સુંદર રચના… વકલ આપનો પ્રિય શબ્દ છે… આપની ગઝલમાં સતત ડોકાતો રહે છે.

  હૃદય ટાઈપ કરવા માટે hR વાપરશો…

 4. waah Maheshbhai…khoob saras gazalo lakhay chhe tamara thi aajkal…..abhinandan…lade raho…tamari gazal ma parampara no rang saras awe chhe…

 5. સુખદ અંજામથી વંચિત રહે છે વારતા છેલ્લે
  પછી હર પાત્ર,પોતાનાં અલગ સંવાદ રાખે છે !

  very wellsaid !

 6. બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
  બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે છે !

  પ્રેમ નો સંબંધ એવો હોય છે, જ્યાં જરૂરતવાદ ન હોઈ શકે.

  સરસ ગઝલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: