બહુ વાર લાગે છે !

ધારણાથી પર થતાં,બહુ વાર લાગે છે
તળ ત્યજી,અધ્ધર થતાં બહુ વાર લાગે છે !

એ અલગ છે કે અપેક્ષા છે બધાને,પણ
માળખાંને, ઘર થતાં બહુ વાર લાગે છે !

તક મળી,’ને થઈ ગયાં સ્થાપિત,ખરેખર તો
બુંદને સાગર થતાં,બહુ વાર લાગે છે !

ક્યાં હજુ નિર્મૂળ થઈ,સંભાવના છેલ્લી
પ્રશ્નને ઉત્તર થતાં,બહુ વાર લાગે છે !

રોજ ક્યાંથી સાંપડે સાંનિધ્ય,મનગમતાં ?
હરપળે,અવસર થતાં બહુ વાર લાગે છે !

ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !

જીંદગીનોં અર્થ,હું તો એજ સમજ્યો કે
પુષ્પ થઈ,અત્તર થતાં બહુ વાર લાગે છે !

ો.મહેશ રાવલ

નવેસર/૭૦

13 Responses to “બહુ વાર લાગે છે !”

 1. જીંદગીનોં અર્થ,હું તો એજ સમજ્યો કે
  પુષ્પ થઈ,અત્તર થતાં બહુ વાર લાગે છે !

  saras ….

 2. ઘણુ જ સરસ….. મને આ વાક્ય બહુ જ ગમ્યુ :

  ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
  એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !

 3. ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
  એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !

  સુન્દર ગઝલ.

 4. કયો શેર વધુ સારો છે તે શોધવા ગઝલ ત્રણવાર વાંચી ગયો…દરેક શેર ઉત્તમ લાગે છે…!

 5. સુરેશ જાની Says:

  બહોત ખુબ .. બહુ જ ગમી.
  સાચું શું અને ખોટું શું, એ સમજતાં આખી જીંદગી નીકળી જાય છે.

 6. સુરેશ જાની Says:

  આપની ગઝલો સમજવી સાવ સ્હેલી છે.
  પણ જીવનમાં એ ઉતરતાં, વાર લાગે છે.

 7. રોજ ક્યાંથી સાંપડે સાંનિધ્ય,મનગમતાં ?
  હરપળે,અવસર થતાં બહુ વાર લાગે છે !

  ક્યા બાત કહી હૈ આપને–દીલ બાગબાં હો ગયા !

 8. sundar gazal! aa sher shirmor laagyo

  ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
  એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !

 9. ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
  એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !

  -હૃદયસ્પર્શી વાત… સુંદર ગઝલ…

 10. ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
  એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !

  vaah… masta gazal chhe!!

 11. ખુબ જ સરસ. હરેક શેર સરસ છે.

 12. જીંદગીનોં અર્થ,હું તો એજ સમજ્યો કે
  પુષ્પ થઈ,અત્તર થતાં બહુ વાર લાગે છે !
  સુંદર રચના …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: