ગોઠવી જોજે !


નદીનો અર્થ, તારા નામ સામે ગોઠવી જોજે
બને તો, બેય કાંઠા સામ સામે ગોઠવી જોજે !

બદલતા જાય છે રંગો વસંતે કેમ પર્ણોનાં
અસર ને ગ્રસ્ત, તું સરેઆમ સામે ગોઠવી જોજે !

કસોટી કમ નથી કરતી પ્રતીક્ષા, ધૈર્ય માગે છે
અહલ્યા થઈ, પ્રવાસી રામ સામે ગોઠવી જોજે !

દુઆ મોડી ફળે, તો એ વિષય ક્યાં એકલાંનો છે ?
ઘડેલા વ્યુહનેં, પરિણામ સામે ગોઠવી જોજે !

પછી તો હું ય ખુલ્લેઆમ આખી વાત કરવાનો
પ્રથમ, બે-ચાર ભરચક જામ સામે ગોઠવી જોજે !

હતી ક્યાં હસ્તરેખા જો! હથેળી સાવ કોરી છે
ઉઘડતાં કામને, નિષ્કામ સામે ગોઠવી જોજે !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૧

9 Responses to “ગોઠવી જોજે !”

  1. કસોટી કમ નથી કરતી પ્રતીક્ષા, ધૈર્ય માગે છે
    અહલ્યા થઈ, પ્રવાસી રામ સામે ગોઠવી જોજે !

    હતી ક્યાં હસ્તરેખા જો! હથેળી સાવ કોરી છે
    ઉઘાડતાં કામને, નિષ્કામ સામે ગોઠવી જોજે !

    Liked these two shers very much.
    UghaaDataa…… seems a bit out of LAYA.
    But it is very very difficult to be Nishkaam.

  2. I am sorry. I had helped Uttambhai to Put a comment on Gandabhai;s blog on Azadi. So the above comment from me came automatically on his name!
    If possible. Kindly correct it from your Dashboard.

  3. આ અને તે; હા અને ના –
    જીવનભર સાથે સાથે જ શ્વસતી આ વીરોધાભાસી છતાં ક્યારેક તો અવીરોધીય લાગતી વાસ્તવીકતાઓનાં દ્વંદ્વોને રજુ કરતી સુંદર રચના.

  4. aapane eka j matlaa par lakheli aa Gazal vaachine aanand thayo;

  5. કસોટી કમ નથી કરતી પ્રતીક્ષા, ધૈર્ય માગે છે
    અહલ્યા થઈ, પ્રવાસી રામ સામે ગોઠવી જોજે !

    just wonderful………!!

Leave a reply to વિવેક ટેલર જવાબ રદ કરો