અંકે કરો !

સાવ અમથી વાતને,અંકે કરો
આ,લપસણી જાતને અંકે કરો !

ક્યાં હતું ઊંડાણ જેવું કંઈ હવે
છીછરી ઓકાતને,અંકે કરો !

ખુદ બળીને બાળનારી છે વકલ
ઝટકરો,જઝબાતને અંકે કરો !

બે-અસર છે હર અસરથી જિંદગી
ઘાત-પ્રત્યાઘાતને અંકે કરો !

બેવડાતી જાય છે,કારણવગર
શ્વાસની ખેરાતને અંકે કરો !

લ્યો,મળસ્કું થઈગયું ક્યાં વાર છે ?
આગિયાઓ ! રાતને અંકે કરો.

એજ કરશે આખરી નિર્ણય,હવે
વ્યર્થ ચંચૂપાતને અંકે કરો !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૩

2 Responses to “અંકે કરો !”

  1. વ્યર્થ ચંચૂપાતને અંકે કરો !

    બ્લોગ જગતમાં ચાલતા ઉંઝા જોડણીના ચંચૂપાતને કેમ અંકે કરવો ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: