નહીં મળું !

વિસ્તરેલી દૂરતામાં નહીં મળું
હું,અધૂરી વારતામાં નહીં મળું !

છે અલગ ઐશ્વર્ય મારું અન્યથી
ભીડની સંદિગ્ધતામાં નહીં મળું !

યોગ્યતા આગળ નમન સ્વીકાર્ય છે
પણ,નમાલી નમ્રતામાં નહીં મળું

થઈ શકે તો,બુંદ મોતી થઈ શકે
હું વિપુલ નિરર્થતામાં નહીં મળું !

ક્યાંક દીવો થઈ કદાચિત્ ઝળહળું
આંધળી ઘેઘૂરતામાં નહીં મળું !

નીકળું ક્યારેક ભીનાં મૌનમાં
અર્થહીન વાચાળતામાં નહીં મળું !

મેં ઘરોબો કેળવ્યો છે,શેષથી
જોઇ લેજો!શૂન્યતામાં નહીં મળું

પહોંચશે,તે પામશે ત્યાં-ટોચ પર
હું હવે,પાછા જતામાં નહીં મળું

ટૂંકમાં,સાકર ભળી ગઈ દૂધમાં
તારવો મા,ભીન્નતામાં નહીં મળું !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૫

10 Responses to “નહીં મળું !”

 1. સુંદર ગઝલ મહેશભાઈ. તમે ક્યાં નહીં મળો તે જાણી લીધું..પણ હવે ક્યાં મળશો તે વિશે પણ જણાવજો…! ‘ત્યાં જરૂર મળીશ’ એવા મતલબની ગઝલ અપેક્ષિત છે.

 2. યોગ્યતા આગળ નમન સ્વીકાર્ય છે
  પણ,નમાલી નમ્રતામાં નહીં મળું

  યોગ્ય વ્યક્તિ આગળ નમવું મંજુર છે. પણ સ્વાર્થ ખાતર નમવું ખરેખર મંજુર નથી.

  waiting 4 next post.whole gazal is fantastic.supurb.

 3. મહેશભાઈ,

  આ ગઝલ છે કે આપની ખુમારીનો આઈનો?

  સ-રસ!

 4. યોગ્યતા આગળ નમન સ્વીકાર્ય છે
  પણ,નમાલી નમ્રતામાં નહીં મળું
  આપની આ માફકસરની નમ્રતા અમને ગમી કારણકે તેમાં તમારી ખુમારી સુંદર રીતે વ્યકત થાય છે.

 5. પહોંચશે,તે પામશે ત્યાં-ટોચ પર
  હું હવે,પાછા જતામાં નહીં મળું

  ‘જતામાં’ જરાક કઠે છે.

  હું ફરીને રસ્તામાં નહીં મળું.

 6. આભાર મિત્રો!
  પહેલેથી જ,જે છે અને જેવું છે એવું જ વ્યક્તિત્વ લઈને ફરૂ છું.સમયે જે કંઈ શીખવ્યું છે સઘળું વધાવ્યું છે-નતમસ્તકે!

 7. નીકળું ક્યારેક ભીનાં મૌનમાં
  અર્થહીન વાચાળતામાં નહીં મળું !

  bahut khub ! bahut khub !

 8. Late in response Maheshbhai.

  I liked the way you described your “self”. Excellent. Keep it up.

 9. છે અલગ ઐશ્વર્ય મારું અન્યથી
  ભીડની સંદિગ્ધતામાં નહીં મળું !

  યોગ્યતા આગળ નમન સ્વીકાર્ય છે
  પણ,નમાલી નમ્રતામાં નહીં મળું

  નીકળું ક્યારેક ભીનાં મૌનમાં
  અર્થહીન વાચાળતામાં નહીં મળું !

  મેં ઘરોબો કેળવ્યો છે,શેષથી
  જોઇ લેજો!શૂન્યતામાં નહીં મળું

  Excellent

 10. chhe ichha mane jem jiv vani tame kavita ma lakhi chhe,
  mara dil ni vaat tame kala kagad par safed syahi thi lakhi chhe.

  maja avi dr. saheb.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: