અર્થ માગે છે !

નદીનાં બેય કાંઠાનો ઘસારો, અર્થ માગે છે
પ્રવાહો પર, સમંદરનો ઈજારો અર્થ માગે છે

ફરીથી શક્ય છે ચર્ચાય કિસ્સો નામ બદલીને
હવે તો છુંદણા પણ, એકધારો અર્થ માગે છે !

અલગ છે કે હવે ઉલ્લેખ કરવો પણ નકામો છે
ઘરોબો કેળવી, અંતે પનારો અર્થ માગે છે !

રહસ્યો જિંદગીના, કોણ જાણે કેટલાં નીકળે
ઉકેલું એક, ત્યાં બીજા હજારો અર્થ માગે છે !

ન માગ્યો કોઇએ ક્યારેય, આખું વિશ્વ રખડ્યો છું
હવે ઘરના જ સભ્યો આજ મારો અર્થ માગે છે !

પ્રગટ કરતાં, નહીં પ્રગટી શકેલાં જોખમી નિવડે
વિચાર્યું છે જ કોણે, કે વિચારો અર્થ માગે છે !

કહો જઈ સૂર્યને, ક્યારેક નીકળે રાત વેળાએ
અહીં તો, આગિયા જેવા પ્રકારો અર્થ માગે છે !

ખબર છે સાત દરિયા છે, કદાચિત્ આઠ પણ નીકળે
કહી દ્યો જાવ એને, બુંદ તારો અર્થ માગે છે !

જવલનશીલ હોય જો ઓકાત, તો ઘર્ષણ ત્યજી દેજો
પછી કહેતા નહીં કે, આ તિખારો અર્થ માગે છે !!

ડો.મહેશ રાવલ

નવેસર/૭૬

Advertisements

6 Responses to “અર્થ માગે છે !”

 1. Very good gazal, Maheshbhai. Enjoyed it!
  I liked the fourth and fifth shers the most.
  Sudhir Patel.

 2. સુરેશ જાની Says:

  અતીશય સરસ. એકે એક શેર લાજવાબ છે.
  પણ ..
  પ્રગટ કરતાં, નહીં પ્રગટી શકેલાં જોખમી નિવડે
  વિચાર્યું છે જ કોણે, કે વિચારો અર્થ માગે છે !

  કહો જઈ સૂર્યને, ક્યારેક નીકળે રાત વેળાએ
  અહીં તો, આગિયા જેવા પ્રકારો અર્થ માગે છે !

  આ બે બહુ જ ગમ્યા.
  આગીયા જોઈ પ્રગટેલું અવલોકન વાંચી પ્રતીભાવ આપશો ને?

  http://gadyasoor.wordpress.com/2008/10/01/fire_fly/

 3. nice gajhal !
  હવે ઘરના જ સભ્યો આજ મારો અર્થ માગે છે ! I liked this sher much.

 4. very nice gazal once again ……….

  રહસ્યો જિંદગીના, કોણ જાણે કેટલાં નીકળે
  ઉકેલું એક, ત્યાં બીજા હજારો અર્થ માગે છે !

  like this one most……

 5. જવલનશીલ હોય જો ઓકાંત, તો ઘર્ષણ ત્યજી દેજો
  પછી કહેતા નહીં કે, આ તિખારો અર્થ માગે છે !!

  સુંદર અતિ સુંદર… તમારી રચનાઓમાં વજન છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: