હવાલો લઈને આવ્યો છું !

રહસ્યો જાણવા, નક્કર ખયાલો લઈને આવ્યો છું
અનાહત રાખવા હરપળ, રસાલો લઈને આવ્યો છું

અપેક્ષા એકરસ થઈને બધી, ઈચ્છા બની બેઠી
પ્રસંગોપાત, હું એનો હવાલો લઈને આવ્યો છું !

નથી ઉજવી શકાતાં પર્વ, મુઠ્ઠી બંઘ રાખીને
પ્રકાશીત ટેરવે, તગતગ મશાલો લઈને આવ્યો છું !

કદાચિત્ આ જ અવસર હોય છેલ્લો, આપણા માટે
અજાણ્યા, ઓળખીતા, હર સવાલો લઈને આવ્યો છું

અરીસો થઈ ગયો છું દોસ્ત! જોજે આવ સામે તો
જવાબી કાર્યવાહીના કમાલો લઈને આવ્યો છું !

બધા ઊંડાણના ઐશ્વર્ય પર અધિકાર છે મારો
અહીં, એ સ્તબ્ધ નતમસ્તક કપાલો લઈને આવ્યો છું !

ત્યજી શક્તા નથી વિસ્તાર ખુદનો, એ નહીં પામે
નહીંતર અર્થ તો નોખો-નિરાલો લઈને આવ્યો છું !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૭

8 Responses to “હવાલો લઈને આવ્યો છું !”

 1. સુંદર રચના… સરસ કાફિયાઓ લઈ આવ્યા છો, મિત્ર !

 2. નથી ઉજવી શકાતાં પર્વ, મુઠ્ઠી બંઘ રાખીને
  પ્રકાશીત ટેરવે, તગતગ મશાલો લઈને આવ્યો છું !

  જીવનવિષયક ભાવોને ખૂબ સુંદર રીતે મઠારો છો.
  કાફિયા-રદીફની જોડી ગઝલના આંતરલયને સુંદર ઉઠાવ આપે છે.
  અભિનંદન !

 3. અપેક્ષા એકરસ થઈને બધી, ઈચ્છા બની બેઠી
  પ્રસંગોપાત, હું એનો હવાલો લઈને આવ્યો છું !

  નથી ઉજવી શકાતાં પર્વ, મુઠ્ઠી બંઘ રાખીને
  પ્રકાશીત ટેરવે, તગતગ મશાલો લઈને આવ્યો છું !

  નોખી-નિરાલી સુંદર ગઝલ મહેશભાઈ…!!

 4. waah Maheshbhai……saras gazal.trijo sher wadhu gamyo.

 5. સુંદર રચના! મન ભાવન રચના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: