શું નામ દઉં ?

flamingo-copy

સ્વપ્નના વિસ્તારને શું નામ દઉં ?
આંધળી વણઝારને શું નામ દઉં ?

ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
તો પછી,અધિકારને શું નામ દઉં ?

હોત પંખી તો,હતો ક્યાં પ્રશ્ન કંઈ
પણ,સ્વયંના ભારને શું નામ દઉં ?

ખૂબ જોયા છે ઉજવણાં,જીતના
આડકતરી હારને શું નામ દઉં ?

ભીંતને પણ કાન છે -નક્કી થયું
ખાનગી વ્યવહારને શું નામ દઉં ?

નામ શું દઉં કાલને,ઓળખવગર
એ કહો,અત્યારને શું નામ દઉં ?

ક્યાં વધે છે શેષ જેવું આખરે
શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
ઉગતા અંધારને શું નામ દઉં ?

ડો.મહેશ રાવલ

નવેસર/૭૮

9 Responses to “શું નામ દઉં ?”

 1. છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
  ઉગતા અંધારને શું નામ દઉં ?
  ખૂબ સુંદર
  યાદ આવી
  હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
  વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
  રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
  કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.
  ઈંદિરાબેટીજીનું સ્વરાંકન કરેલ ગીત યાદ આવ્યું
  લાવ હથેળી શ્યામ લખી દઉં,
  હૈયે હરિવર નામ લખી દઉં.
  આંગળી ઉપર આતમ પ્યારો,
  કર ઉપર કિરતાર લખી દઉં.

 2. ક્યાં વધે છે શેષ જેવું આખરે
  શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

  khub khub sundar.

 3. ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
  તો પછી,અધિકારને શું નામ દઉં ?

  અધુરા અધિકારની સુંદર વિભાવના ….

 4. છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
  ઉગતા અંધારને શું નામ દઉં ?

  આ શેર ખૂબ ગમ્યો.

 5. Very nice gazal. I liked the fourth and the last shers the most.
  Wish you all the best, Maheshbhai!
  Sudhir Patel.

 6. સુંદર ગઝલ..
  ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
  તો પછી,અધિકારને શું નામ દઉં ?

  વાહ…કવિ..!

 7. waah ravalsaheb……..enjoying each and every rachanaa…
  one sugestion.. kindly increase the size of fonts…we will
  enjoy it more….( betaalaaaaaaaa……kyaa kare..?..)

 8. ક્યાં વધે છે શેષ જેવું આખરે
  શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

  ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
  તો પછી,અધિકારને શું નામ દઉં ?

  pragna aunty mentioned sher is Rasheed Mir’s ?
  હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
  વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
  રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
  કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: