હદ

તો જ, આબેહૂબ સાચી જાણકારી સાંપડે
સાવ નક્કર ભીંત વચ્ચે ક્યાંક, બારી સાંપડે !

હોય કેવળ અંજલીભર, તોય મીઠું હોય જળ
થાય દરિયો ને પછી, ઓકાત ખારી સાંપડે !

રોજ સપના ગોઠવે ચોપાટની બાજી અને
જિંદગી, વસ્ત્રાહરણથી ગ્રસ્ત નારી સાંપડે !

પાનખરની પેશકદમી ભર વસંતે થઈ હશે ?
ઉતરો ઉંડાણમાં, તો જાણકારી સાંપડે !

હોય છે પર્યાપ્ત કેવળ એક દીવો – ખ્યાલ છે
એજ, છેલ્લી પળ સુધી ઝળહળ ખુમારી સાંપડે !

એક પગલું પણ, નવો ઈતિહાસ આલેખી શકે
છે શરત બસ એટલી, સંજ્ઞા તમારી સાંપડે !

હોય નિર્ભર હદ ઉપર, અનહદ ગણાતી શખ્સિયત
એ અલગ છે કે, ઘણી હદ નામધારી સાંપડે !

ડો.મહેશ રાવલ

નવેસર/૭૯

6 Responses to “હદ”

 1. Wonderful Ghazal!
  Enjoyed second, fifth and sixth shers the most.
  Sudhir Patel.

 2. પાનખરની પેશકદમી ભર વસંતે થઈ હશે ?
  ઉતરો ઉંડાણમાં, તો જાણકારી સાંપડે !
  વાહ્
  રતિલાલ ‘અનિલ’ જરા જુદી વાત કરે છે. સંબંધ જયારે હૃદયને વિહ્વળ કરી નાખે તે હદે પહોંચે ત્યારે જીવનનો મર્મ પણ સમજાવા લાગે. સંબંધ કયારેક માણસને હચમચાવી નાખે.
  કયારેક પાનખર વરચે વસંત જેવી શીતળતા પાથરે,
  તો કયારેક ભર વસંતે પાનખરની જેમ દઝાડે.
  તો જ, આબેહૂબ સાચી જાણકારી સાંપડે
  સાવ નક્કર ભીંત વચ્ચે ક્યાંક, બારી સાંપડે !
  સરસ
  તેના કરતા
  બે દરો દિવારકા એક ઘર બસાના ચાહીએ!

 3. સુરેશ જાની Says:

  હોય નિર્ભર હદ ઉપર, અનહદ ગણાતી શખ્સિયત
  એ અલગ છે કે, ઘણી હદ નામધારી સાંપડે !

  આ તો મારી સમજ શક્તીની ઉપરની વાત લાગી.
  સમજાવશો ને?

 4. i like sher one two three four …….. …….. ……..

  i mean

  i like ur gazal !!

  just superb !!

 5. ગઝલને વાંચી નહીં પણ માણી, અટારીનો ફોટો મુકીને બારીને બહુ મોટુ માન આપી દીધું.

  મહેશ ભાઇ
  તમે મારા બ્લોગની મુલાકાત લઇને ટિપ્પણી લખી બહુ ઉંચી કક્ષાએ મુકી દીધો. ઋષીઓની કક્ષાએ પહોંચતા ઘણા વર્ષો નહીં ઘણા જન્મો લાગી જાય, ખેર, તમે તમારો સાહિત્ય પ્રેમ રજુ કર્યો છે, હું તો સાવ સામાન્ય માણસ છું, મિત્ર ગણશો તોય ઘણું. મને આ બધા મેઘાવી પુરુષો પ્રત્યે બહુ જ આદર છે એટલે વિગતવાર જાણવું અને મિત્રોને માહિતગાર કરવાનો આનંદ લઉં છું-આભાર

 6. પાનખરની પેશકદમી ભર વસંતે થઈ હશે ?
  ઉતરો ઉંડાણમાં, તો જાણકારી સાંપડે !

  ખુબ સરસ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: