શું ખરે છે,જો !

ક્ષણોની ભીંતમાંથી શું ખરે છે જો
થયું છે શું ગરક, ‘ને શું તરે છે જો

ન વત્તા કર ભલે, પણ બાદ તો કરમાં !
ઉદય ને અસ્ત વચ્ચે, શું ફરે છે જો

ઉખાણું પૂછ એની ના નથી – પણ હા !
નિરૂત્તર આંખ, પગલું શું ભરે છે જો

હતી તો બંધમુઠ્ઠી, તો ય આવું કાં ?
બધાનાં હાથમાંથી શું સરે છે જો

સમસ્યા એ નથી કે દ્રાક્ષ ખાટી છે
ન પામ્યા તો, નકામું શું ઠરે છે જો

નવી યાદી મુજબ સરખામણી તો કર !
સમયને છોડ, બીજું શું ફરે છે જો

સદંતર ક્યાં થયો છે બંધ દરવાજો
ઉઘડતા અર્થ, ખુલ્લુ શું કરે છે જો

ફરી ગઈ કેમ આખી વાત, છેલ્લે જઈ
ઉતર-ચડ ગ્રાફ નક્કી શું કરે છે જો !

મરણનોં અર્થ આવો સાવ ટૂંકો કાં ?
ગયું તે કોણ ? પાછું શું ફરે છે જો


ડો.મહેશ રાવલ

નવેસર/૮૦

8 Responses to “શું ખરે છે,જો !”

 1. ઉઘડતા અર્થ, ખુલ્લુ શું કરે છે જો……

  nice one !

 2. આદરણીય ડૉ.રાવલસાહેબ

  તમારો બ્લૉગનું થીમ જરા વધારે વજનદાર લાગે છે… !!
  ફૃતિ સરસ છે.

  કમલેશ પટેલના

  પ્રણામ

  http://kcpatel.wordpress.com/

 3. ન વત્તા કર ભલે, પણ બાદ તો કરમાં !
  ઉદય ને અસ્ત વચ્ચે, શું ફરે છે જો
  મરણનોં અર્થ આવો સાવ ટૂંકો કાં ?
  ગયું તે કોણ ? પાછું શું ફરે છે જો
  શેરો ગમ્યા
  તમારાં આ શેરો યાદ આવ્યા
  શું બાદ, શું વત્તા કરું નક્કી કરો !
  ખાલી જગામાં શું ભરું, નક્કી કરો !
  કઈ હદ પછી, અનહદ ગણી લેશો મને ?
  હું કેટલો, ક્યાં વિસ્તરું નક્કી કરો !

 4. vaah vaah vaah uncle…u r grt as alwz… bahu vakhat pachhi me latar lagavi… mafi chahu chhu… pan maja aavi gai ho.. have saras, k sundar shabdo nahi j vaapru.. ‘Bichara’ lage chhe … Mahesh uncle na shabdo same..!!

 5. ક્ષણોની ભીતરમાંથી કંઇ પણ ખરી શકે..કયારેય પણ ખરી શકે અને ક્ષણમાં સઘલું બદલાવી પણ શકે.

  ખૂબ સુન્દર રચના…હમેશની માફક જ…

 6. Very nice Ghazal! Enjoyed it.
  Sudhir Patel.

 7. ખુબ ભાવવહી ગઝ્લ..!

 8. મરણનોં અર્થ આવો સાવ ટૂંકો કાં ?
  ગયું તે કોણ ? પાછું શું ફરે છે જો

  સુંદર કાવ્યો રચો છો ! મને બહુ ગમે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: