માન્યતા….

img_39381 

ધારાવગરના કોઇ ધોરણ માન્ય નહીં રાખું હવે
અવસર વગરના કોઇ તોરણ માન્ય નહીં રાખું હવે

ઈચ્છા જ કારણ નીકળે છે આખરે, ઉત્પાતનું
આશય વગરના કોઇ ભારણ, માન્ય નહીં રાખું હવે

ખુલ્લી હથેળી જેમ જીવ્યો છું ઉઘાડેછોગ, હું
આંટી ચડેલા કોઇ વિવરણ, માન્ય નહીં રાખું હવે

નક્કી કરેલી હદ સુધી જો હોય તો ક્યાં પ્રશ્ન છે ?
પણ એ પછી, દરિયો અને રણ માન્ય નહીં રાખું હવે

મારાવગર ક્યાં શક્ય છે પ્હોંચી જવું મારા સુધી ?
અંગતપણામાં  ખોડખાપણ માન્ય નહીં રાખું હવે

હું માન્યતા આપી શકું કેવળ, સમયના ચક્રને
મોસમવગરના કોઇ શ્રાવણ, માન્ય નહીં રાખું હવે

ઇશ્વરગણાતું સત્ય છે મારા પરિઘના કેન્દ્રમાં
નાસ્તિકપણાના કોઇ પ્રકરણ માન્ય નહીં રાખું હવે

અપવાદના કિસ્સા તરીકે શબ ઉઘાડું રાખજો
ઓળખવગરના કોઇ ખાપણ માન્ય નહીં રાખું હવે  !

કાં ઝેર જેવી હો અસર, ‘ને કાં પછી મારણ અચૂક
મિશ્રણ ગણાતા કોઇ દ્રાવણ માન્ય નહીં રાખું હવે !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૧

 

9 Responses to “માન્યતા….”

 1. દ્રઢતાની સરસ અભીવ્યક્તી ..
  પણ આપણી એ માન્યતા જ ખોખલી નીકળે તો?
  એમ પણ બને ને?

 2. ગઝલ લખોને તો બસ આવી લખો,આવી લખો.
  કોઈ પણ શબ્દો ગઝલ છે,માન્ય નહીં રાખું હવે.

 3. મારાવગર ક્યાં શક્ય છે પ્હોંચી જવું મારા સુધી ?
  અંગતપણામાં ખોડખાપણ માન્ય નહીં રાખું હવે

  khuuuub j saras

 4. ઇશ્વરગણાતું સત્ય છે મારા પરિઘના કેન્દ્રમાં,

  નાસ્તિકપણાના કોઇ પ્રકરણ માન્ય નહીં રાખું હવે.

  http://www.yogaeast.net

  http://www.bpaindia.org

 5. મારાવગર ક્યાં શક્ય છે પ્હોંચી જવું મારા સુધી ?
  અંગતપણામાં ખોડખાપણ માન્ય નહીં રાખું હવે

  સુંદર…

 6. અપવાદના કિસ્સા તરીકે શબ ઉઘાડું રાખજો
  ઓળખવગરના કોઇ ખાપણ માન્ય નહીં રાખું હવે !
  જોરદાર અભિવ્યક્તી
  ત્યારે ક્યારેક તમો જ કહો છો!
  લે, આજ આપું છું તને આ જાત, પણ
  કાં ખેસ, કાં ખાપણ તરફ વિસ્તારજે.

 7. રદીફ સરસ રીતે નિભાવાઈ છે. આખી ગઝલ મનભાવન અને આસ્વાદ્ય બની છે…

 8. ખૂબ જ સુંદર ગઝલ મહેશભાઈ…
  અને રદીફ પણ ખૂબ જ મજાઆઆઆઆઆનો છે…
  પસંદગીનાં શેર કોપી કરવા ગઈ તો લાગ્યું કે કોઈ શેર બાકી જ નહીં રહેશે… 🙂

 9. East or west my fuva is the best..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: