મિરાત ગોરંભાય છે !

img_60071

વરસાદ આખી રાત ગોરંભાય છે
શબ્દો અહીં, ત્યાં વાત ગોરંભાય છે

આકાશના પર્યાય જેવી આંખમાં
સંદર્ભ લઈ, જઝબાત ગોરંભાય છે

મુઠ્ઠી બની ગઈ બંધ પાપણ આખરે
અંદર  હજુ કલ્પાંત ગોરંભાય છે

બાઝી ગયા છે પોપડા શેવાળના
સંબંધ ભીની જાત ગોરંભાય છે

ઉત્સુક થયું જળ,પૂર્વવત્ જળ થઈ જવા
સંદિગ્ધતા પર, ઘાત ગોરંભાય છે

રસ્તો જ રસ્તામાં પ્રવેશે-નીકળે
પગના ફણે ઓકાત ગોરંભાય છે

અજમાવ તો, અજમાવજે દુષ્કાળમાં
ત્યારે જ તો મિરાત ગોરંભાય છે !

 

ડો.મહેશ રાવલ

નવેસર/૮૨

9 Responses to “મિરાત ગોરંભાય છે !”

 1. રસ્તો જ રસ્તામાં પ્રવેશે-નીકળે
  પગના ફણે ઓકાત ગોરંભાય છે

  અજમાવ તો, અજમાવજે દુષ્કાળમાં
  ત્યારે જ તો મિરાત ગોરંભાય છે

  બહુ જ વીચારતા કરી મુકે તેવો વીચાર …

 2. mahesh bhai: i want to post one of your poem that is on september 2008 archive (title: olakho chho) on my blog (art & chocolate) if you grant permission

 3. આકાશના પર્યાય જેવી આંખમાં
  સંદર્ભ લઈ, જઝબાત ગોરંભાય છે

  -સુંદર મજાનો શેર… આપના મનગમતા કાફિયાઓની એક યાદી હવે બનાવી શકું એમ લાગે છે!!!

 4. Nice Ghazal! Enjoyed it.
  Sudhir Patel.

 5. સુંદર ગઝલનાં આ ગમી જાય તેવા શેરો
  રસ્તો જ રસ્તામાં પ્રવેશે-નીકળે
  પગના ફણે ઓકાત ગોરંભાય છે
  અજમાવ તો, અજમાવજે દુષ્કાળમાં
  ત્યારે જ તો મિરાત ગોરંભાય છે
  **************
  આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત
  એમને ‘ઈર્શાદ’ ક્યાં સંભારવા વરસાદમાં?

 6. ઉત્સુક થયું જળ, પૂર્વવત્ જળ થઈ જવા
  સંદિગ્ધતા પર, ઘાત ગોરંભાય છે

  મહેશ ભાઇ પ્રતિકોને ભાવ સાથે એવા સરસ જોડી દો છો કે આત્માના ઉંડાણ સુધી પહોંચી જવાય છે, જેને -“રુહાની અહેસાસ” કહેવાય તે.

  ધન્યવાદ

 7. ખૂબ ખૂબ અભિનંદન ..!

  ગુજરાતી પ્રત્યે નો તમારો પ્રેમ અનુભવ્યો !…

  આ જ રીતે ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!

  ફરી મળીશુ….

  દિવ્યેશ પટેલ

  http://www.krutarth.co.cc

  http://www.divyeshsanghani.co.cc

  http://www.dreams-of-world.co.cc

 8. આકાશના પર્યાય જેવી આંખમાં
  સંદર્ભ લઈ, જઝબાત ગોરંભાય છે

  બાઝી ગયા છે પોપડા શેવાળના
  સંબંધ ભીની જાત ગોરંભાય છે

  સુંદર શેર…. સ-રસ ગઝલ… અભિનંદન મહેશભાઈ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: