વિસ્તરણ…

img_6185

વિસ્તાર તો  વળગણ તરફ  વિસ્તારજે
સંબધને,  સમજણ  તરફ  વિસ્તારજે !

શું   પાંગરે,  અતિરેકના  આશ્લેષમાં ?
વૈશાખને   શ્રાવણ   તરફ  વિસ્તારજે

ખાલીચડેલી   જીભ,   લોચા  વાળશે
શબ્દાર્થ,  ઉચ્ચારણ તરફ  વિસ્તારજે 

મારે  કશું   ક્યાં  જોઇએ છે, સામટું
આસ્તેકથી કણ, મણ તરફ વિસ્તારજે

ભીંતો  ય  રાખે  છે  રજેરજની ખબર
અફવા,સુખદ પ્રકરણ તરફ વિસ્તારજે

ઉંડાણ    રસ્તાનું    ચરણને    છેતરે
એવી પળે,આંગણ તરફ વિસ્તારજે

લે,આજ આપું છું તને આ જાત પણ
કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !

ડો.મહેશ રાવલ
નવેસર/ ૮૩

9 Responses to “વિસ્તરણ…”

 1. ઉંડાણ રસ્તાનું ચરણને છેતરે
  એવી પળે,આંગણ તરફ વિસ્તારજે

  સુંદર રચના …

 2. બળબળતા તાપને શ્રાવણની ઝરમર તરફ; ગમે તેમ ઉચ્ચરાઈ જતા અને અનર્થ ઉભો કરી દેતા શબ્દો (કાકુ વ. દ્વારા)ને સાચા ઉચ્ચાર તરફ; અભાવશા કણને ભલે ધીમે ધીમે પણ, સમૃદ્ધી તરફ; ભીંતોને કાન હોય છે, પણ કાનને ભીંતોય હોય છે એવે સમયે અજ્ઞાનતાથી ઉભી થઈ જતી ગરબડોને સારા પ્રકરણ તરફ વાળવાની વાત બહુ સરસ રીતે મુકાઈ છે.

  રસ્તાનું ‘ઉંડાણ’; ‘વળગણ’ શબ્દના મર્યાદીત અર્થને કારણે સંબંધને સમજણ તરફ વાળવાની વાત સમજી શકાઈ નથી.

  બાકી જાતને સંપુર્ણ સોંપી દીધા પછી ખેસથી ખાંપણ સુધીમાંથી કોઈપણ રીતે એને લેખવાની વાત બહુ જ તાકાતથી કહેવાઈ છે.

  ગઝલને સ્વાગતમ્ અને ગઝલકારને સલામ !!

 3. મુ. મહેશભાઇ,

  ઇન્ટરનેટની દુનિયામાં ..
  ઇમેઇલો દ્વારા વિસ્તરણ પામતો વિચાર …
  વગર પાંખે … પહોંચે સાત સમંદર પાર…
  વાંચનાર બોલે કે લખે … વાહ .. વાહ .. ક્યા બાત હૈ …
  લખનારને પ્રોત્સાહન મળે … પછી …
  અંદરખાને અહમ વિસ્તારતો જાય … કે .. લેખનની નિષ્ઠા વધારતો જાય …
  કોને ખબર છે .. કે વાહ વાહ કરનારાની
  પ્રસંશા આપોઆપ નીતરે છે કે પછી આડંબરથી છલકાય છે ?
  શબ્દોને ક્યાં કોઇ ઓળખે છે …
  એ તો બસ કોઇકની ઓળખ છે .. કોઇકના દ્વારા …
  કદાચ વાસ્તવીકતાથી કાલ્પનિકતા સુધીનું વિસ્તરણ.
  આપના વિસ્તરણે મારા વિચારોનું કરેલ વિસ્તરણ !

  ( લેખનમાં વ્યાકરણ, જોડણી કે અન્ય કોઇ ભૂલ મેં કરી હોય તો ક્ષમા ના કરતા … કાન પકડજો.)

  અખિલ.

 4. કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !
  nice gajhal, sir.

  http://www.aasvad.wordpress.com

 5. ઉંડાણ રસ્તાનું ચરણને છેતરે
  એવી પળે,આંગણ તરફ વિસ્તારજે
  લે,આજ આપું છું તને આ જાત પણ
  કાં ખેસ,કાં ખાપણ તરફ વિસ્તારજે !
  સરસ ગઝલ
  બિજી તરફ તમે જ…
  અપવાદના કિસ્સા તરીકે શબ ઉઘાડું રાખજો
  ઓળખવગરના કોઇ ખાપણ માન્ય નહીં રાખું હવે !
  કાં ઝેર જેવી હો અસર, ‘ને કાં પછી મારણ અચૂક
  મિશ્રણ ગણાતા કોઇ દ્રાવણ માન્ય નહીં રાખું હવે !

 6. સુંદર રચના. થોડા શબ્દોમાં જીવન પ્રત્યે હળવાશથી કાવ્યાત્મક રીતે કહેવાયેલી વાત.

 7. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  http://gaytrignanmandir.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: