ઓળખીતાં છે…

img_66333

સમય સરવાના કારણ ઓળખીતાં છે
સમંદર જેટલાં, રણ ઓળખીતાં છે !

પ્રસંગોપાત બદલે ક્ષેત્ર તેથી શું ?
અધિકત્તર, કણ અને મણ ઓળખીતાં છે !

સમસ્યા એ નથી કે, આંખ ભીની થઈ
કઠે છે એ, કે આંજણ ઓળખીતાં છે !

રગેરગ હું ય જાણું છું, અરીસાની
મળેલા હર વિશેષણ ઓળખીતાં છે !

વિચારી રાખવા પડશે નવા કિસ્સા
જુનાં તો પાળિયા પણ ઓળખીતાં છે !

નકામા વેડફો મા ડંખ, રે’વા દ્યો !
અસર નહીં થાય, મારણ ઓળખીતાં છે !

અમારે શું હવે નિસ્બત, જગત સાથે ?
તમે છો, ‘ને ખુદા પણ ઓળખીતાં છે !

ડો.મહેશ રાવલ
નવેસર/૮૭

2 Responses to “ઓળખીતાં છે…”

  1. રગેરગ હું ય જાણું છું, અરીસાની
    મળેલા હર વિશેષણ ઓળખીતાં છે !

    – સરસ !

  2. અમારે શું હવે નિસ્બત, જગત સાથે ?
    તમે છો, ‘ને ખુદા પણ ઓળખીતાં છે !!

    બીજું શું જોઈએ … well said.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s