જોખમ હતું…!

 
 
img_3948

અર્થ વિસ્તારવામાં ય જોખમ હતું
પારદર્શક થવામાં ય જોખમ હતું

કોણ ,કોના ભરોસે તરી જાય છે ?
એ વિષય છેડવામાં ય જોખમ હતું

આ જ વેષે મને ઓળખે છે બધા
વેષ બદલાવવામાં ય જોખમ હતું !

શક્ય છે, માર્ગ બદલાય આગળ જતાં
સ્વીકૃતિ આપવામાં ય જોખમ હતું

ઠીક છે આ અજાણ્યાપણું, આમ તો
જાણતલ થઈ જવામાં ય જોખમ હતું

કૈંક એવા તબક્કે હતી, જિંદગી
ફેરવી તોળવામાં ય જોખમ હતું !

શું કરૂં જો ન આગળ વધારૂં, શ્વસન ?
સ્હેજ અટકી જવામાં ય જોખમ હતું !

ક્યાંક પ્રશ્નાર્થ,આશ્ચર્ય સમજાય તો ?
કેમ છો ? પૂછવામાં ય જોખમ હતું

શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
હાથ લંબાવવામાં ય જોખમ હતું !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૧

6 Responses to “જોખમ હતું…!”

 1. ક્યાંક પ્રશ્નાર્થ, આશ્ચર્ય સમજાય તો ?
  કેમ છો ? પૂછવામાં ય જોખમ હતું
  શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
  હાથ લંબાવવામાં ય જોખમ હતું !
  સુંદર
  હવે તો અસ્તીત્વના લોપનૂં પણ જોખમ!
  પ્રાણીમાં જે અંગનો ઉપયોગ થવો બંધ થઈ જાય છે, તે અંગ સમય જતાં વિલુપ્ત થઈ જાય છે. માનવીના શરીરમાંનું એપેન્ડિકસ નામનું અંગ ખતમ થવાને આરે છે. માણસના કાન પણ …

 2. જીવનની કોઈપણ પળ જોખમ બની શકે છે. માણસની દરેક ગતિવિધીઓ ક્યાં તો તેને તારે છે તો ક્યાંક ડૂબાડે છે. સઘળાં જોખમો વચ્ચે ય જિંદગી તો જીવવાની જ હોય છે. સરસ ચિંતન રજૂ કરતી સુંદર ગઝલ.

 3. શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
  હાથ લંબાવવામાં ય જોખમ હતું !

  -ખૂબ સુંદર અભિવ્યક્તિ… ગાલગાના આવર્તનોથી ગઝલની ગેયતા પણ ઓર નિખરી ઊઠે છે…

 4. Doctor Maheshbhai,
  You are writing “judi ritthi”, really very good extressions in a different moods.
  ‘Saaj’ Mevada

 5. Please correct, expressions instead of extressions, sorry!.
  ‘Saaj’ Mevada

 6. saru lakho chho maheshbhai.

  hayku

  sneh drashtithi;
  snehbhari vanithi;
  male chhe sneh.

  kavi jalrup (morbi)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: