તમને ઘણીખમ્મા !

img_5510

આ નોંધારાનાં  મઘમઘતા  આધાર, તમને  ઘણીખમ્મા
કે, બરછટ તડકે વરસ્યા અનરાધાર,તમને ઘણીખમ્મા !

લીલા – પીળા  સપના, પાપણની  ધારમાથે  ઝળુંબીયા
રૂડા  અવસરના  ઝાંઝરની ઝનકાર, તમને ઘણીખમ્મા !

લખશું   તાંબાના  પતરા  જેવી જાત માથે, શબદ વીના
ઘેરાતી   આંખે  ઘુંટાતા  મલ્હાર,  તમને  ઘણી ખમ્મા !

વરસાદી  આંખે   અંજાશે  દરિયો,  નવોઢા  નદી  ભીનો
સધ્ધર થઈ,સધ્ધર કરવાના વ્યવહાર તમને ઘણીખમ્મા !

ઓગળતા  દીવે  ઓગળશે  એકાંતઘરની  અકળલીલા
હેતલ  હેલ્લારે સળવળતા શણગાર,તમને ઘણીખમ્મા !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૨

Advertisements

3 Responses to “તમને ઘણીખમ્મા !”

  1. લખશું તાંબાના પતરા જેવી જાત માથે,શબદ વીના
    ઘેરાતી આંખે ઘુંટાતા મલ્હાર,તમને ઘણી ખમ્મા !
    વાહ્
    મને એમ લાગે તું મારો મેઘ રાજ
    સૂનીસૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ
    મારો મન મોરલો નાચે થનકાર
    જ્યારે તું આવે હું સૂણતી મલ્હાર

  2. તમને ઘણી ખમ્મા…. સૌરાષ્ટ્રની તલપદી ભાષાની રદીફ સુપેરે ઉપસી આવી છે… વાહ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: