અવઢવમાંથી…..

img_63541

રસ્તામાંથી રસ્તો ફૂટે
પગલામાંથી અશ્વો ફૂટે

અવળા-સવળા,વાંકા-ચૂંકા
ટપકામાંથી  નક્શો ફૂટે

વધઘટ થાતાં તડકા-છાંયા
ભ્રમણામાંથી  પ્રશ્નો ફૂટે

જીવન સુક્કાં,પાપણ ભીની
શમણામાંથી તથ્યો ફૂટે

કારણ-તારણ સ્થિતિસ્થાપક
અફવામાંથી ફણગો ફૂટે

સુક્કા સાથે બળતાં લીલાં
તણખામાંથી તણખો ફૂટે

અવઢવમાંથી ટપકે અવસર
મનખામાંથી મનખો ફૂટે !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૩

3 Responses to “અવઢવમાંથી…..”

 1. મહેશભાઈ, સરસ રચના છે ફન્ટ વાંચતા તકલીફ પડે છે વાંધો નહી કાળામાં પણ ગઝલો …લખતા રહેજો..દિલીપ ગજ્જર, લેસ્ટર

 2. Very nice Gazal. Enjoyed it completely, Maheshbhai.
  Sudhir Patel.

 3. અવળા-સવળા,વાંકા-ચૂંકા
  ટપકામાંથી નક્શો ફૂટે

  વધઘટ થાતાં તડકા-છાંયા
  ભ્રમણામાંથી પ્રશ્નો ફૂટે

  આ કંઇને કંઇ ફૂટવાની ઘટના એટલે માયા ! ખરૂ ને ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: