હતું !

img_6760

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ,કમલમાં હતું !

શું હતું ક્યાં ગયું પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું દરઅસલમાં હતું !

સ્હેજ પણ ક્યાં નહીંતર અપૂરતું હતું
તોય કેવી અકળ ગડમથલમાં હતું !

શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું !

કોણ’કે છે મુકદર બદલતું નથી?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !

મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
‘ને હવે,આંસુઓની શકલમાં હતું !

ફેર શું હોય છે રૂપ ને ધૂપમાં ?
બેઉ,અડધે સુધી હર મજલમાં હતું !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૫

Advertisements

4 Responses to “હતું !”

 1. શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
  સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું

  khuub saras vat…

 2. મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
  ‘ને હવે,આંસુઓની શકલમાં હતું !
  સુંદર
  આ આંસુઓ એ વાતની ગવાહી છે
  કે લાગણીઓ હ્રદયની પ્રવાહી છે

 3. મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
  ‘ને હવે,આંસુઓની શકલમાં હતું !

  – ખૂબ સુંદર શેર…

  પ્રજ્ઞાજુએ ટાંકેલો શેર પણ અતિ ઉત્તમ..!!

 4. ખૂબ સરસ ગઝલ થઇ છે.

  એક શેર ટાંકવાનું મન થાય છે—-

  હતું તો રામનામ એના હોઠો પર

  કોણ માને કે ચાકુ બગલમાં હતું

  આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: