જુદી રીતથી….

img_3918ચાલ આજે મળીએ જુદી રીતથી
ખુદ સમયને દળીએ,જુદી રીતથી !

ખૂબ અક્કડ રહ્યાં,ખૂબ સજ્જડ રહ્યાં
સ્હેજ ભીતર વળીએ,જુદી રીતથી

બસ હવે બહુ થયું ઝૂરવું,ઝૂઝવું
મૃગજળોને છળીએ,જુદી રીતથી

હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?
સગપણો સાંકળીએ,જુદી રીતથી

ક્યાંય ભળવું નથી,આ અડાબીડમાં
ક્યાંક બીજે ભળીએ,જુદી રીતથી

અર્ઘ્ય આપ્યા કર્યું ઊગતાં સૂર્યને
ગોંખલે,ઓગળીએ જુદી રીતથી !

ક્યાં મળે છે હવે મન,ફકત તન મળે
બેય રીતે મળીએ,જુદી રીતથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૭

Advertisements

11 Responses to “જુદી રીતથી….”

 1. બસ હવે બહુ થયું ઝૂરવું,ઝૂઝવું
  મૃગજળોને છળીએ,જુદી રીતથી

  હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?
  સગપણો સાંકળીએ,જુદી રીતથી

  khub saras…

 2. સરસ ગઝલ….

  પણ આ વખતે એક વાત સ્પષ્ટ ન થઈ. કવિ બધું બોલે નહીં એ વાત સાચી પણ જુદી રીતની વાત લઈને આવતી આ આખી ગઝલમાં જુદી રીત કઈ એ ઉજાગર થતું જણાયું નહીં… લગભગ બધા જ શેરમાં રીત પોતે અધ્યાહાર રહી જતી હોય એમ લાગ્યું…

  મારી સમજણનો પણ વાંક હોઈ શકે, પણ મ.રા.નો મિજાજ અહીં થોડો મોળો પડેલો દેખાયો…

 3. પરંપરાગત રીતોથી કોઈ અલગ જ રીતે મળવાની નવી વાત લઈને આવેલી ગઝલ ગમી. ને માત્ર મળવાની વાત જ નહીં, એકબીજામાં ભળવાની, ઓગળવાની પણ અલગ રીતો વિશેનો વિચાર ગમ્યો.

 4. સરસ ગઝલ

  ક્યાં મળે છે હવે મન,ફકત તન મળે
  બેય રીતે મળીએ,જુદી રીતથી !
  સરસ
  છે મુજ હાલત ગરીબ, કે મારૂં ધન અધુરૂં છે,
  ને રહું છું નાદુરસ્ત, કે મારૂં તન અધુરૂં છે,
  હૃદય માં તોય જો ફરિયાદ કોઈ છે તો ફકત એજ
  કે તૂ દૂર છે મુજથી, ને મારૂં મન અધુરૂં છે.

 5. વાહ વાહ અંકલ… દરેક વખતે શબ્દો કંડારો છો આપ જુદી જ રીત થી.

  સરસ ગઝલ.

 6. તમારી મોઘમ રહેલી “જુદી રીત”ની વાત ગમી…

 7. એકવિધતા અને પરંપરાને બાજુએ મૂકીને
  જીવન માણવાની આ જુદી રીત ગમી.

  http://www.aasvad.wordpress.com

 8. અક્કડ, સજ્જડ, ઝૂઝવું અને મળવુ જુદી રીતે.. વાહ વાહ…

 9. ગઝલ ગમી,

  હું શ્રી વિવેકભાઈ સાથે સહમત નથી થતો, કારણ કે કવિ આપણને કશું
  પણ કરવું હોય તે ચીલાચાલુ નહીં પણ નોખી રીતથી કરવાનું કહે છે, એ નવી કે નોખી રીત દરેકની પોતપોતાની અને જુદી હોઈ શકે…કેમ ખરુંને, મહેશભાઈ…!!!

  હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?
  સગપણો સાંકળીએ,જુદી રીતથી

  ક્યાંય ભળવું નથી,આ અડાબીડમાં
  ક્યાંક બીજે ભળીએ,જુદી રીતથી
  વાહ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: